અમરેલી

સાવરકુંડલાની શ્રી કે. કે. હાઇસ્કૂલમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમામય પ્રસંગે શાળાના નિવૃત્ત થતા નિષ્ઠાવાન સેવક શ્રી સલીમભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.

​ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી આયુષ બકરાણીયાના સંચાલન હેઠળ વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો અને કૃતિઓ રજૂ કરી હતી. આચાર્ય શ્રી ચેતનભાઇ ગુજરીયાના નેતૃત્વમાં શિક્ષિકા બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.

​ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને સલીમભાઈ, જયંતિભાઈ ખડદિયા, માંજરીયા સર અને શાળાના NSS યુનિટ તરફથી રોકડ ઇનામો અને પ્રોત્સાહન આપી નવાજવામાં આવ્યા હતા.

​ શ્રી વિપુલભાઈ દવેએ ધ્વજવંદન વિધિનું સંચાલન કર્યું હતું, જ્યારે એનએસએસ યુનિટ દ્વારા નાસ્તાની વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.

​કાર્યક્રમના અંતે શ્રી રફીકભાઈએ આભાર વિધિ કરી હતી. સમગ્ર સ્ટાફના સહયોગથી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

Related Posts