અમરેલી જિલ્લાના ખાંભા ખાતે યોજાયેલ ૭૭માં જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ – સાગર મહેતા યોગ ગ્રૂપ દ્વારા “મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત આદીયોગી રિધમિક યોગ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી, ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં અમરેલીના યોગ સાધકોની પ્રસ્તુતિ દ્વારા જાગૃત્તિ પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ યોગ પ્રસ્તુતિની વિશેષતા એ હતી કે, તેમાં ૦૫ વર્ષની બાળકીથી લઈ ૬૫ વર્ષ સુધીની વયજૂથની કુલ ૧૬ બહેનોએ ભાગ લીધો હતો. દેશભક્તિ ગીતોની સંગીતમય પૃષ્ઠભૂમિમાં બહેનો દ્વારા વિવિધ યોગાસનોનું સુમેળભર્યું, શિસ્તબદ્ધ અને સૌંદર્યસભર પ્રદર્શન કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત પ્રેક્ષકો દ્વારા ભારે પ્રશંસા મળી હતી.
આ યોગ પ્રદર્શન દ્વારા લોકોમાં મેદસ્વિતા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા કેન્સર જેવા રોગોથી મુક્ત રહેવા, તેમજ યોગ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપ વધારવો, લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવો અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ તથા નિરોગી જીવન તરફ દોરી જવાનો છે.
યોગ પ્રસ્તુતિમાં ભાગ લેનાર સભ્યોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના જિલ્લા કો-ઓર્ડેનેટરશ્રી સાગર મહેતા, શ્રી રીટા બહેન કાનાબર, શ્રી ઇલા બહેન જોબનપુત્રા, શ્રી કવિતા બહેન ચંદારાણા, શ્રી શોભના બહેન પટેલ, શ્રી, રાધિકાબહેન ગોલ, શ્રી આશાબહેન રૈયાણી, શ્રી હીરવા બહેન રામાણી, શ્રી અનિતા બહેન રામાણી, શ્રી પ્રિતી બહેન સોની, શ્રી પારુલબહેન સાવલિયા, શ્રી અલકા બહેન ભીમાણી, શ્રી ભારતીબહેન, શ્રી શિવાંશી બહેન તથા શ્રી આસ્થા બહેન સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments