રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફ માટે સલામતી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ આપવાની સમજ વિકસાવવાનો તથા સલામતી પ્રત્યે સજાગતા વધારવાનો રહ્યો હતો.
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, અમરેલી વિભાગ દ્વારા તા. ૩૦-૦૧-૨૦૨૬ના રોજ બગસરા ખાતે આવેલી શાળા નંબર–૩ માં ફાયર સેફ્ટી અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિભાગના કર્મચારીઓશ્રી, ગઢવી હરિક્રુષ્ણ, શ્રીબાંભણીયા હિમતકુમાર તથા શ્રીઇસોટીયા જયદીપભાઇ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને બેઝિક ફાયર અવરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગના પ્રકારો, આગ લાગવાની જુદી જુદી પરિસ્થિતિઓમાં અલગ અલગ અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓની હાજરીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળા નંબર–૩ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા તાલુકા બ્રાન્ચના પ્રતિનિધિ શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફને પ્રાથમિક સારવાર (First Aid) અંગે થિયરીકલ તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ઈજા, રક્તસ્ત્રાવ, બેભાન થવાની સ્થિતિ તેમજ અચાનક બિમારી જેવી પરિસ્થિતિઓમાં કેવી રીતે તાત્કાલિક અને યોગ્ય પ્રાથમિક સારવાર આપવી તેની વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, તા. ૨૭-૦૧-૨૦૨૬ના રોજ શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની શ્રી આદસંગ પ્રાથમિક શાળા ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સો જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને ૧૦૮ ઈમરજન્સી સેવા કેવી રીતે કાર્ય કરે છે, ઇમરજન્સી સમયે તેની ભૂમિકા તથા સેવામાં ઉપયોગમાં લેવાતા અધતન ઉપકરણો અંગે માહિતી આપવામાં આવી હતી અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે ભય વિના યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસે, આત્મવિશ્વાસ વધે તથા શાળા સ્તરે સલામતી સંસ્કૃતિ મજબૂત બને તેવો ઉદ્દેશ વિભાગો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લામાં ફાયર સેફ્ટી, ૧૦૮ ઈમરજન્સી સેવા તથા પ્રાથમિક સારવાર અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજાયા


















Recent Comments