ગતરોજ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત
પત્રકારો, ન્યુઝ રિપોર્ટરોને જીલ્લા મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટીએ આવકાર્યા હતા. હાલમાં વિપક્ષ દ્વારા કરવામાં આવતા ખોટા
આક્ષેપોનો જવાબ આપતા અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક
દિવસોથી દેશની સ્વાયત બંધારણીય સંસ્થા ચુંટણી પંચ સામે એક અખબારમાં છપાયેલા કાલ્પનિક અને તથ્યહીન લેખને
આધાર બનાવી પાયા વિહોણા પ્રશ્નો ઉઠાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દ્વારા દેશના નાગરીકોને ગેરમાર્ગ દોરવાનો અને જુઠાણા
ફેલાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો.
ગઈકાલે મુખ્ય ચુંટણી કમિશનર સહિત ત્રણેય ચુંટણી કમિશનરોએ સયુંકત પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે SIR
સંબધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ મતભેદ નથી, આ સાથે જ તેમણે પ્રેસ
રિલીઝમાં કહ્યું છે કે, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના FROM-6 ના મૂળ સ્વરૂપમાં SIR દરમિયાન કોઈ ફેરફાર કરવામાં
આવ્યો નથી, સુપ્રીમ કોર્ટ SIR દરમિયાન મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને માન્ય રાખી છે, તેમજ ચુંટણી પંચે
સ્પષ્ટ કર્યું છે કે FROM-6 સાથે લેવામાં આવતી DECLARATION એટલે કે તેમાં અરજદાર પોતે/માતા-પિતા/દાદા-
દાદી અગાઉની SIRની મતદાર યાદીમાં હતા કે નહિ તે અંગે વિગતો આપવાની વ્યવસ્થાને પણ સુપ્રીમ કોર્ટ માન્યતા આપી છે,
મુખ્ય ચુંટણી કમિશનર સહિત ત્રણેય ચુંટણી કમિશનરોના સંયુક્ત પ્રેસ નિવેદન દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે,
કોંગ્રેસ ચુંટણી કમિશનરો પર આંતરિક મતભેદનો જે આક્ષેપ કર્યો હતો તે સંપૂર્ણ પણે મનઘડત સાબિત થયો છે, રાહુલ ગાંધી
અને કોંગ્રેસ જુઠાણાની ફેક્ટરી બની ચુક્યા છે, સુનિયોજિત ષડયંત્ર હેઠળ FAKE NARRATIVE બનાવીને લોકોને
ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઈકોસિસ્ટમનુ મુખ્ય કામ બની ગયું છે.
જનતાનો વિશ્વાસ ગુમાવી ચુકેલી કોંગ્રેસ પહેલા પોતાની હારનું ઠીકરું EVM પર ફોડતી, પછી SIR ને દોષ દીધો ને
હવે ચુંટણી પંચ ઉપર નિરાધાર – ખોટા આક્ષેપો કરી રહી છે, જ્યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્યારે લોકશાહીનો વિજય
અને જ્યાં જનાદેશ ભાજપની તરફેણમાં આવે ત્યા “વોટ ચોરી”આ પંચ ઉપર બેવડા ધોરણે જનતા સારી રીતે ઓળખે છે, કોંગ્રેસ
પાસે હવે જનાતની વચ્ચે જવાનો મુદ્દો નથી, એટલે હાર ન પચાવી શકનારી કોંગ્રેસ ચુંટણી પંચને નિશાન બનાવી FAKE
નેરેટિવ ઉભો કરવામાં આવી રહ્યો છે, દેશની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો લાંબા સમય સુધી ચાલી શકતા નથી, કોંગ્રેસ
પાસે જનતા માટે કોઈ નક્કર એજન્ડાકે મુદ્દો ન હોવાથી તે નકારાત્મક રાજનીતિ અને અફવાઓ ફેલાવ્યા કરે છે, કોંગ્રેસના
જુઠાણાનો ભાંડો હવે દેશ સમક્ષ ફૂટી ગયો છે.
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના ભારત આજે સમગ્ર વિશ્વનુ નેતૃત્વ કરવા સક્ષમ બન્યુ છે. અને તમામ
ક્ષેત્રોમાં ભારત દુનિયામાં મહત્વો સ્થાન ધરાવતું થયું છે છતાં કોંગ્રેસ દેશની પારદર્શી અને મજબુત લોકતાંત્રિક પ્રક્રિયા સવાલો
ઉઠાવીને વૈશ્વિક સ્તરે ભારતની છબીને ડાઘ લગાડવાના દુર્ભાગ્ય પૂર્ણ પ્રયાસો કરી રહી છે પરંતુ દેશની જનતાને પ્રધાનમંત્રી
નરેન્દ્રભાઈ મોદી ઉપર સંપૂર્ણ ભરોસો છે.
કોગ્રેસના ચુંટણીપંચ સામેના આક્ષેપો તથ્યહીન છે : અમરેલી જીલ્લા ભાજપ


















Recent Comments