“ખેડૂત સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારની ઐતિહાસિક જોગવાઈઓ AI ના ઉપયોગ દ્વારા રિયલ ટાઇમ ડેટા કિસાનોને મળશે — મહેશ કસવાલા
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે VB–G RAM G યોજના અંતર્ગત ખેડૂતલક્ષી બજેટ–2026 અંગે કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી બજેટની કૃષિ, સિંચાઈ, પાક વીમા, આધુનિક ટેકનોલોજી અને ગ્રામ વિકાસ સંબંધિત જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપીને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.કેન્દ્રીય બજેટ–૨૦૨૬ના પરિપ્રેક્ષ્યમાં VB–G RAM G યોજના અંતર્ગત સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી, કેન્દ્રીય બજેટ–૨૦૨૬માં સમાવિષ્ટ વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સરકાર દ્વારા ખેતી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલી જોગવાઈઓ, ખેડૂતોની આવક વધારવાના ઉપાયો, ખેતી ખર્ચ ઘટાડવા માટેના પ્રયાસો, સિંચાઈ ક્ષેત્રની યોજનાઓ, પાક વીમા, ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ ગ્રામિણ માળખાગત વિકાસ અંગે વિગતવાર માહિતી આપી હતી.
માન. ધારાસભ્યશ્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું બજેટ–૨૦૨૬ ખેડૂત, ગ્રામિણ વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂતી આપનારું છે. ખેડૂતોને સશક્ત બનાવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાની ખેતીને વધુ લાભદાયી બનાવવા અપીલ કરી હતી.
કિસાન સંવાદ દરમિયાન ઉપસ્થિત ખેડૂતો દ્વારા વિવિધ પ્રશ્નો તથા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ધારાસભ્યશ્રીએ સહર્ષ સ્વીકારી યોગ્ય માર્ગદર્શન અને જવાબ આપ્યા હતા. આ સંવાદ કાર્યક્રમથી ખેડૂતોમાં નવી જાગૃતિ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ જણાયું હતું.
કિસાન સશક્તિકરણ અને ગ્રામ વિકાસ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા સાથે આયોજિત આ VB–G RAM G કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા, તાલુકા તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારશ્રીઓ, ખેડૂત મિત્રો તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments