સાવરકુંડલા શહેર એટલે માત્ર તોલમાપના કાંટાનું શહેર જ નહીં, પણ સ્વાદપ્રિય અને ગુણવત્તાના આગ્રહી નાગરિકોનું શહેર છે. અહીંના લોકો ખાવા-પીવાના એવા શોખીન છે કે સીઝનની કોઈપણ વસ્તુ ભલે ગમે તેટલી મોંઘી હોય, પણ તે જો ઉત્તમ હોય તો કુંડલાની બજારમાં તેની માંગ સૌથી વધુ જોવા મળે છે. હાલમાં પણ વહેલી આવતી ‘ખાખટી’ કેરીના ભાવ ભલે આસમાને હોય, પણ સાવરકુંડલાના બજારમાં તેની ધૂમ ખરીદી થઈ રહી છે. અને રાજુભાઈ શાકભાજીવાળાને ત્યાં દર વર્ષની માફક આ વર્ષે પણ સૌથી પહેલા ખાખટી (નાની કાચી કેરી)નું આગમન થયું છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજુભાઈ શાકભાજીવાળાને ત્યાં હજાર રૂપિયે કિલોથી થયેલ ખાખટી (કેસર કેરી) હાલ ૬૦૦ રૂપિયે એક કિલો વેચાણ થઈ રહ્યું છે.
આ ખાખટીનો સ્વાદ માત્ર સ્થાનિક પોતે જ માણે છે એવું નથી, પરંતુ પોતાના વ્હાલસોયા દીકરા-દીકરીઓ કે સગા-સંબંધીઓ જેઓ બહારગામ રહે છે, તેમને પણ સ્પેશિયલ કુરિયર દ્વારા આ ખાખટી અહીં સાવરકુંડલાથી મોકલવામાં આવે છે. આ પ્રેમ અને સ્વાદનું અનોખું મિશ્રણ સાવરકુંડલાની સંસ્કૃતિનો એક ભાગ બની ગયું છે.
તાજગી અને વિશ્વાસનું સરનામું એટલે રાજુભાઈ શાકભાજીવાળા
નદી બજારથી જલારામ મંદિર તરફ જતા રસ્તામાં અને અમરેલી રોડથી શિવાજી નગર તરફના માર્ગે આવેલી રાજુભાઈ શાકભાજીવાળાની દુકાન આજે ગ્રાહકો માટે પ્રથમ પસંદગી બની છે. સીઝનનું કોઈપણ શાકભાજી હોય, તે સૌથી પહેલા રાજુભાઈને ત્યાં જોવા મળે છે. અહીંની વિશેષતા એ છે કે ગ્રાહકને હંમેશા તાજું અને ગુણવત્તાયુક્ત શાકભાજી વ્યાજબી ભાવે મળે છે.
માત્ર છૂટક ગ્રાહકો જ નહીં, પણ જેમના ઘરે લગ્ન પ્રસંગ કે મોટો જમણવાર (વરો) હોય, તેવા લોકો પણ આંખો મીચીને અહીંથી ખરીદી કરે છે. નાવલીથી અમરેલી રોડ તરફ જતાં રસ્તામાં આવેલી અન્ય બે-ચાર દુકાનો પણ તેમની ગુણવત્તા માટે જાણીતી છે.
બદલાતા સમય સાથે અહીંના વેપારીઓએ પણ આધુનિકતા અપનાવી છે. હવે ગ્રાહકો ફોન દ્વારા પણ પોતાનો ઓર્ડર નોંધાવી શકે છે. પેમેન્ટ બાદ શાકભાજી સીધા ગ્રાહકના ઘર સુધી પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ‘ગ્રાહક સંતોષ એ જ અમારો ટ્રેડમાર્ક’ના સૂત્રને અહીંના વેપારીઓ સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.


















Recent Comments