રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં મહાશિવરાત્રી ના પાવન અવસરે ગુરૂકુળ ના સંતો દ્વારા શિવપૂજા અભિષેક

ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં મહાશિવરાત્રી ના પાવન અવસરે  મેલબોર્ન ગુરૂકુળ ના સંતો દ્વારા શિવપુજન તથા અભિષેક.ઑસ્ટ્રેલિયા ના મેલબોર્ન માં રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ ના નવનિર્મિત મંદિરની સાથે સાથે શિવ મંદિર પણ બનેલ છે. તેમાં મહાશિવરાત્રી ના પાવન પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા શિવ પૂજન અર્ચન તથા અભિષેક દ્વારા મહાશિવરાત્રી નું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવેલ તેના દર્શન નો લાભ મેલબોર્નમા પધારેલ રાજકોટ ગુરુકુળના સંતો તથા મેલબોર્નના વસતા હરિભક્તો તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમા પધારેલ  સર્વ સંતો તથા હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી અને  મેલબોર્ન ગુરુકુળના સંતો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા દેશ વિદેશમાં વસતા હરિભક્તો ને જાહેર આમંત્રણ આપેલ છે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવશે.તેમ હીરાભાઈ પટેલ અને દિનેશભાઈ જોગાણી ની યાદી માં જણાવ્યું હતું

Related Posts