ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુરના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં
આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની સાથે કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી,  ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ ટુંડીયાજી,
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમભાઈ પરમાર, ઈ.ચા. કલેકટર શ્રી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશ
પાંડેય, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts