અમરેલી

ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬”નો પ્રારંભ

અમરેલી નગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાને પ્રોત્સાહન આપવા તેમજ હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશીના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાના હેતુસર સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળાનો પ્રારંભ રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સકાયદો અને ન્યાયવૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે થયું હતું.

સ્વદેશી મેળાના પ્રારંભે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રદર્શનની મુલાકાત લઈ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળા દ્વારા લોકોને પોતાની પ્રોડક્ટનું પોતાના શહેરમાં વેચાણ કરવા માટે તક આપવામાં આવે છેવોકલ ફોર લોકલનુ સૂત્ર સાર્થક કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. અમરેલી શહેર અને જિલ્લાના બહેનોને પોતાની પ્રોડક્ટને આ મેળા થકી માર્કેટીંગ માટે પ્લેટફોર્મ મળશે. આ સ્વદેશી મેળામાં ૪૬ સ્ટોલની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જેનો લાભ વેચાણ કરનાર બહેનોને થશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ અમરેલી નગરપાલિકાની ટીમને સ્વદેશી મેળાના સુચારુ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ સ્વદેશી મેળો તા. ૦૧ માર્ચ ૨૦૨૬થી તા. ૧૦ માર્ચ ૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૦:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી સિનિયર સિટિઝન પાર્કસેન્ટર પોઈન્ટઅમરેલી ખાતે યોજાશે. મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનોસ્થાનિક હસ્તકલાઘરગથ્થુ વસ્તુઓકપડાં તથા અન્ય વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે સ્વ સહાય જૂથોના મંડળોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ મેળા દ્વારા સખી મંડળ અને સ્વ સહાય જૂથનાં બહેનો દ્વારા ઉત્પાદિત અને વેચાણ કરવામાં આવતી પ્રોડક્ટ માટે માર્કેટિંગ માટેનું સશક્ત મંચ ઉપલબ્ધ થશે તેમજ નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની ઉત્તમ તક મળશે. અમરેલી નગરપાલિકા દ્વારા તમામ નગરજનોને આ સ્વદેશી મેળામાં ઉપસ્થિત રહી સ્થાનિક પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts