દામનગર ચક્ષુદાતા સ્વ કંચનબેન બચુભાઇ વાજા નું શહેર ભર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન દામનગર ના ઋષિવંશી સમાજ ના સ્વર્ગીય કંચનબેન બચુભાઇ વાજા નું તાજેતર માં દેહાંવસાન થતા સદગત ની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરી જીવન પર્યન્ત જીવંત રહેતું નેત્રદાન કરાયું હતું
અંધત્વ નિવારણ ના વિચારો થી ઉન્નત વાજા સ્વ કંચનબેન ના પૌત્ર રત્નો અને પુત્રવધુ પુત્રી રત્નો સહિત પરિજનો એ સદગત નું ચક્ષુદાન ના ઉમદા વિચારો થી અંધજનો માટે આશીર્વાદ રૂપ કાર્ય કર્યું સ્વ કંચનબેન ના દેહાંવસાન માં લૌકિક પ્રસંગે અનેક સગા સ્નેહી પરિજનો વચ્ચે વાજા પરિવાર ને વિશિષ્ટ સન્માન પત્ર અર્પણ કરાયું હતું નેત્રદાતા કંચનબેન નું મરણોત્તર સન્માન કરવા દામનગર શહેરભર ની તમામ સંસ્થા ઓ દ્વારા સ્વ કંચનબેન વાજા નું મરણોત્તર વિશિષ્ટ સન્માન કરાયું હતું સદગત ના જીવન કવન અને પરમાર્થ પ્રવૃત્તિ ઓની સ્મૃતિ ઓને તાદ્રશ્ય કરતા અનેક અગ્રણી ઓના વરદહસ્તે સદગત ના પરિજનો ને સન્માન પત્ર અર્પણ કરાયું હતું “મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો નો સંદેશ આપ્યો હતો” અનેક પરિજનો સગા સ્નેહી કુટુંબ પરિવારો એ નેત્રદાન જીતે જી રક્ત દાન જાતે જાતે દેહદન ચક્ષુદાન અંગદાન નો સંકલ્પ કર્યો હતો નેત્રદાન જાગૃતિ થી દામનગર શહેર માં ૩૬ નું નેત્રદાન થયું અંધત્વ નિવારણ માટે આશીર્વાદ રૂપ નેત્રદાન પ્રવૃત્તિ ને વેગ મળે તે માટે સામાજિક સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ બદલ નેત્રદાતા ઓનું વિશિષ્ટ સન્માન ઉપરાંત નેત્રદાન સંકલ્પ અભિયાન ની સર્વત્ર સરાહના કરાય હતી


















Recent Comments