વિડિયો ગેલેરી

બગસરામાં રામકથા ‘માનસ મેઘાણી’ પ્રારંભ શ્રી મોરારિબાપુ

Iરસભરી રામકથા પ્રારંભે શ્રી મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત કરી પિડા  

બગસરામાં રામકથા ‘માનસ મેઘાણી’ લાભ લેતાં ભાવિકો

ઈશ્વરિયા શનિવાર તા.૭-૩-૨૦૨૬

(મૂકેશ પંડિત)

બગસરામાં રસભરી રામકથા પ્રારંભે શ્રી મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત પિડા વ્યક્ત કરી. રામકથા ‘માનસ મેઘાણી’ લાભ લેવાં ભાવિકો ઉમટ્યાં છે.

શ્રી મોરારિબાપુએ બગસરામાં રામકથા ‘માનસ મેઘાણી’ પ્રારંભ કરાવતાં આ ભૂમિની વંદના અને શ્રી ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ અને શ્રધ્ધાંજલિ રૂપે આ કથા યોજાવાનો ભાવ વ્યક્ત કર્યો, તેમજ વર્ષો પહેલાં અહીંયા યોજાયેલ રામકથાનું સ્મરણ કરી શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા અહીંયા શ્રવણ કર્યાનું ઉમેર્યું. 

બગસરામાં રસભરી આ રામકથા ‘માનસ મેઘાણી’ પ્રારંભે આપણી સંસ્કૃતિ અને સનાતન પરંપરાની પ્રાસંગિક વાત દરમિયાન શ્રી મોરારિબાપુએ શિક્ષા, દિક્ષા અને ભિક્ષા વેચાતી હોવાની વ્યક્ત પિડા વ્યક્ત કરી. 

પ્રથમ દિવસે રામકથા ગાન કરતાં વેદો દ્વારા પંચદેવ મહિમા રૂપ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને દુર્ગા તેમજ અન્ય વંદનાઓનું વર્ણન પ્રસ્તુત કર્યું અને સનાતન ઉપાસના મહાત્મ્ય જણાવ્યું. આ સાથે જ શ્રી ઝવેરચંદ મેઘાણી સંલગ્ન લોકસાહિત્યનો ઉલ્લેખ પણ ભાવ અને થનગનાટ સાથે થયો.

ક્થા મનોરથી શ્રી હર્ષાબા ગોહિલ પરિવાર સાથે ક્થા પ્રારંભે શ્રી શિવરામ મહારાજ, શ્રી ભક્તિરામ બાપુ, શ્રી અશોકભાઈ મેઘાણી, શ્રી પિનાકીનભાઈ મેઘાણી, સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી દિલીપભાઈ સંઘાણી, શ્રી બદ્રુભા વાળા, શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી જીવરાજભાઈ કાકડિયા વગેરે દીપ પ્રાગટ્યમાં જોડાયાં હતાં. 

પ્રારંભિક સંચાલન વેળાએ શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ આ ઉપક્રમ એ શ્રી ઝવેરચંદ મેઘાણીને શ્રધ્ધાંજલિ સ્મરણાંજલિરૂપ ગણાવેલ. 

આયોજન વ્યવસ્થામાં શ્રી ભરતભાઈ ચાંદ્રાણી, શ્રી ચીમનભાઈ વાઘેલા, શ્રી લવકુભાઈ વાળા, શ્રી અભેસિંહ રાઠોડ વગેરે રહ્યાં છે.

બગસરાના આંગણે આ રામકથા ‘માનસ મેઘાણી’ લાભ લેવાં ભાવિકો ઉમટ્યાં છે, જેઓ ક્થા શ્રવણ સાથે પ્રસાદ લાભ લઈ રહ્યાં છે.nbox

Related Posts