શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સંલગ્ન શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૬ના રોજ વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી ઘડતરના હેતુસર એક વિશેષ ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા વિષય નિષ્ણાત શ્રી ભાવિનભાઈ માંકડ તથા શ્રી સલીમભાઈ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વક્તાઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિઓ અને તેના માળખાને કેવી રીતે સમજવું તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અભ્યાસ દરમિયાન યાદશક્તિ કેવી રીતે વધારવી અને ‘સારી સ્મૃતિના લક્ષણો’ કયા હોય છે તે બાબતે રસપ્રદ અને વિસ્તારપૂર્વક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીની બહેનો માટે આ વ્યાખ્યાન કારકિર્દીના નિર્માણ માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને આયોજન કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી. એલ. ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારનો ઉત્સાહપૂર્વક સહયોગ પ્રાપ્ત થયો હતો.













Recent Comments