અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે અમરેલી તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયાની આવશ્યકતાઃ તા.૩૧ જુલાઈ સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  અમરેલી તાલુકાના ચક્કરગઢ પ્રા. શાળા, મોટા માંડવડા પ્રા.શાળા, સાંગાડેરી પ્રા.શાળા, વરસડા પ્રા. શાળા કેન્દ્રો ખાતે રસોયાની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન તાલુકા મામલતદાર કચેરી,જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, રાજમહેલ કેમ્પસ મધ્યાહન ભોજન શાખા-અમરેલીમાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવું. આ અરજી ફોર્મ જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા.૩૧-૦૭-૨૦૨૬ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી, અમરેલીની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. ઉંમર મર્યાદા જાહેરનામાની તારીખે ઓછામાં ઓછી ૨૦ થી ૬૦ વર્ષ હોવી જોઈએ.

વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરી, અમરેલીનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રી (ગ્રામ્ય), અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts