ગુજરાત સરકારશ્રીના સતત મળતા સહયોગ અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા
શહેરના નાગરિકોને કાયમી અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે
હેતુસર મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
સાવરકુંડલા શહેર માટે જીવનદાયી સાબિત થનારા આ પ્રોજેક્ટ અંતર્ગત શેલ દેદુમલ
ડેમ પાસે અમૃત-૨.૦ યોજના હેઠળ રૂ.૫૫ લાખના ખર્ચે ઓપનવેલ બનાવવાના
કામનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વરદ્ હસ્તે કરવામાં
આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરના
નાગરિકોને વર્ષભર પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય
સરકાર પ્રતિબદ્ધ છે. અમૃત-૨.૦ યોજના હેઠળ હાથ ધરાયેલું આ કામ શહેરની પાણી
પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને આવનારા સમયમાં નાગરિકોને
પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને ગામડાઓમાં પાણી,
માર્ગ, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે
સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
સાવરકુંડલા શહેર માટે આ ઓપનવેલ પ્રોજેક્ટ પાણી પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ
કડી સાબિત થશે અને નાગરિકોને શુદ્ધ પીવાના પાણીની કાયમી સુવિધા ઉપલબ્ધ
કરાવવામાં મદદરૂપ બનશે.
આ પ્રસંગ દરમિયાન નગરપાલિકાના હોદેદારો,સદસ્યો, અધિકારીઓ, શહેર
ભાજપના હોદેદારો,તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments