જૂન 2025 દરમિયાન થયેલી અતિવૃષ્ટિના કારણે સાવરકુંડલા તાલુકાના 15 ગામોમાં
ખેતીની જમીનમાં મોટા પાયે ધોવાણ થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન
સહન કરવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોને રાહત મળે તે માટે
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાવરકુંડલા તાલુકાના પ્રભાવિત ગામોના અગ્રણીઓ અને સરપંચોએ ખેડૂતોની
સમસ્યા અંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સમક્ષ રજૂઆત કરી હતી. આ
રજૂઆતને પગલે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સંવેદનશીલતા દાખવી જરૂરી
નિર્ણય કર્યો છે.
તેના અનુસંધાનમાં અમરેલી જિલ્લાના કલેક્ટરશ્રીએ આદેશ આપતા સાવરકુંડલા
તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત ભુવા,જુના સાવર,આંકોલડા,ફાચરીયા,ખાલપર-
કુકાવાવ, મેકડા, ફીફાદ, ઘોબા, પીપરડી, હિપાવડલી, મોટા ભમોદ્રા
,શેલણા,કેરાળા,તથા પીયાવા 15 ગામોના ખેડૂતોને પોતાના ખેતરોમાં થયેલ ધોવાણ
ભરવા માટે માટી લેવાની મંજૂરી આપવામાં આવી છે.
જે ખેડૂતોના ખેતરોમાં જમીન ધોવાણ થયું હોય તેઓ સાદી અરજી કરીને સિંચાઈ
પેટા વિભાગ – સાવરકુંડલા ખાતે અરજી કરશે તો તેમને એક જ દિવસમાં મંજૂરી
આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ખેતરોનું સમતલીકરણ અને પુનઃસ્થાપન કરી
શકશે.
માટી ઉપાડવાની મંજૂરી મેળવવા માટે નીચેના કચેરીઓમાં સંપર્ક કરી શકાય:
- નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી,સિંચાઈ પેટા વિભાગ,હાથસણી રોડ,
આંખની હોસ્પિટલ સામે,સાવરકુંડલા,મોબાઈલ નં.: 097379 34545 - નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી,સિંચાઈ પંચાયત પેટા વિભાગ,રેલવે
સ્ટેશન સામે,સાવરકુંડલા,મોબાઈલ નં.: 076000 57170
આ નિર્ણયથી પ્રભાવિત ગામોના ખેડૂતોને મોટી રાહત મળશે અને તેઓ પોતાના
ખેતરોને ફરીથી ખેતીયોગ્ય બનાવી શકશે. સ્થાનિક અગ્રણીઓ, સરપંચો અને ખેડૂતો
દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો


















Recent Comments