ભાવનગર

ગણેશ કુમાર છાત્રાલય – ટીમાણામાં શૈક્ષણિક પ્રવાસ યોજાયો

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળા ટીમાણાની કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બાળકોની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાની ખુશીમાં સૌરાષ્ટ્ર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, માધવપુર બીચ તથા સોમનાથ જ્યોતિર્લિંગ જેવા ધાર્મિક, ઐતિહાસીક અને પર્યટન સ્થળોની બાળકોએ મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન ધાર્મિક સ્થળોમાં દર્શન કરી સૌ બાળકો તથા શિક્ષકશ્રીઓએ ધન્યતા અનુભવી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન બાળકો અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Posts