ગુજરાત

સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ નુ પક્ષીઓ ને પાણી પીવા કુંડા વિના મૂલ્યે વિતરણ અભિયાન

સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવાનો વ્યસન મુક્ત બને વ્યસન મુકત પરિવાર ના નિર્માણ અને ભારતીય સંસ્કૃતિ ના જતન નું ભગીરથ કાર્ય કરે છે સાથો સાથ અનેક વિધ સેવા નેજ મૂર્તિ મંત્ર બનાવી કર ભલા હો ભલા,પક્ષી બચાવો, પુણ્ય કમાવો ના સ્લોગન સાથે અત્રે ઉનાળા ની ગિષ્મ ઋતુ ની ભીષણ ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘પક્ષીઓના કુંડા’નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ ઉમદા કાર્યમાં સહભાગી બનો અને તમારા ઘર આંગણે કે અગાશી પર એક કુંડુ અચૂક પધરાવો.સ્થળ: રામ ચોક, મોટાવરાછા.તારીખ: ૨૬/૦૩/૨૦૨૬ ગુરુવાર 

 સમય: સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી.

ચાલો, આ ઉનાળે કોઈ પક્ષી તરસ્યું ન રહે તેવો સંકલ્પ  સુદામા ટ્રસ્ટ ના પ્રમુખ અને હોદેદારો, સભ્યો, શુભેચ્છકો, સહયોગી ઓ એ કરી પ્રોગ્રામ સફળ બનાવ્યો.આજે રામનવમી નિમિતે ૨૨૦૦ જેટલા પક્ષીઓના પિવાના પાણીના  કુંડાનુ વિતરણનુ રામચોક ખાતે આયોજન  કરેલ હતુ.  ટ્રસ્ટ ના વિપુલભાઈ દેસાઈ, રોનકભાઈ ઘેલાણી, ચિરાગભાઈ શિંગાળા ,ધ્રુવભાઈ કસવાલા ,કિશનભાઇ ધડુક, કેયુરભાઈ ગાબાણી ,મયુરભાઈ જસાણી,નિલેશભાઈ જોશી, નમ્રીત ભાઈ જોગાણી ,દીપકભાઈ માંગુકિયા. જયેશભાઈ દેસાઈ, આશિષભાઈ ડોંડા , યોગી ભાઈ મોરબા,યશભાઈ ચાંદપરા,અનિલભાઈ મોવલીયા, ગોપાલભાઈ કાનાણી,દીપકભાઈ ગાંગાણી, મગનભાઈ પટેલ,હિંમતભાઈ કથીરિયા વગેરે લોકો ના સાથ સહકારથી અને સુદામા પરિવાર મોટા વરાછા સુરતજેમા ૨૨૦૦ કુંડા વિતરણ  થઇ ગયેલ છે . લોકોની વધારે જરુરીયાત ને ધ્યાને લઇ આગામી તા.૦૨/૦૪/૨૬ તારીખે હનુમાન જયંતિ ના પર્વે પણ ફરી ૭૦૦૦ કુંડા નુ ફરીથી વિતરણ નુ આયોજન કરેલ છે.

Related Posts