ભાવનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભાવનગર દ્વારા તા. 25/03/2026, બુધવાર, ચૈત્ર સુદ સાતમના પાવન દિવસે શ્રી આહિર કન્યા છાત્રાલય, સીદસર રોડ, ભાવનગર ખાતે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ”
“નારી તો નારાયણી” ના પવિત્ર ભાવને ઉજાગર કરવા યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સરસ્વતી વંદના સાથે થઈ અને દીકરીઓના નવદુર્ગા પૂજનથી ( કંકુ ,ચોખા થી પૂજન સાથે ભેટ અર્પણ કરી) ભક્તિમય વાતાવરણ સર્જાયું। કાર્યક્રમ શ્રીમતી વનિતાબેન બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો।
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી છાયાબેન પારેખ (શિક્ષણવિદ, ટ્રેનર, ફેસિલિટેટર), અતિથિ વિશેષ તરીકે શ્રીમતી વંદનાબેન ગોસ્વામી (નાયબ નિરંતર જિલ્લા શિક્ષણ અધિકારી), તેમજ શ્રીમતી સેજલબેન વ્યાસ (ગૃહમાતા, આહિર કન્યા છાત્રાલય), શ્રી તરુણભાઈ વ્યાસ (પ્રાંત સહ સંગઠન મંત્રી, આચાર્ય સંવર્ગ), શ્રી બાબુભાઈ કાતરીયા, શ્રી બી.આર. કાતરીયા, શ્રી વશરામભાઈ સીસારા (ટ્રસ્ટીશ્રી) ની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું।
મહેમાનોનું સ્વાગત શ્રીમતી વનિતાબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું અને શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ (પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ, માધ્યમિક સંવર્ગ) દ્વારા પ્રભાવી રીતે સંગઠન પરિચય આપવામાં આવ્યો। શ્રીમતી વંદનાબેન ગોસ્વામી દ્વારા માતૃશક્તિનું શિક્ષણ અને પરંપરામાં મહત્વ સમજાવવામાં આવ્યું, જ્યારે શ્રીમતી છાયાબેન પારેખ દ્વારા નવદુર્ગા તેમજ અહલ્યાબાઈ હોલકર તથા રાણી અબક્કા ચૌટા ના જીવન કવન તથા રાષ્ટ્ર સમર્પણ અને શૌર્યની યશગાથા રજૂ કરવામાં આવી.અને રાણી લક્ષ્મીબાઈ જેવા પ્રેરણાદાયી ચરિત્રો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું।
કાર્યક્રમનું સુમધુર આકર્ષક સંચાલન શ્રીમતી નિકિતાબેન પ્રજાપતિ( જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ) દ્વારા કરવામાં આવ્યું અને અંતે આભારવિધિ તથા કલ્યાણ મંત્ર સાથે સમાપન થયું। કાર્યક્રમને સફળ બનાવવા શિવભદ્ર સાહેબ, શ્રી ચેતનભાઈ ભટ્ટ તથા શ્રી નિલેશભાઈ ધાંધલા સહિત સૌના સહયોગથી સફળતા પ્રાપ્ત થઈ શ્રી આહિર કન્યા છાત્રાલય ખાતે આશરે 750 માતૃશક્તિ સુધી રાણી અબક્કા ચૌટા ના આદર્શ વ્યક્તિત્વનો સંદેશ પહોંચાડવામાં આવ્યો
આ કાર્યક્રમ માતૃશક્તિ પ્રત્યે આદર અને સંસ્કારની ભાવનાને વધુ મજબૂત બનાવનાર રહ્યો.














Recent Comments