અમરેલી

સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં પરમાર્થ ટ્રસ્ટ સુરત પરિવાર નું આગમન થતા ભવ્ય સત્કાર

દામનગર શહેર માં સમગ્ર સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મહેમાનો જયંતિભાઈ નારોલા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધીરુભાઈ નારોલા નાનીવાવડી ભરતભાઈ આંબાભાઈ નારોલા નાનીવાવડી અશોકભાઈ મધુભાઈ ઇટાલીયા નાનીવાવડી કનેયાલાલ નારોલા ડાયમંડ વિઠલભાઈ ગોળકિયા  કિશોરભાઈ ગજેરા મનસુખભાઈ સોજીત્રા હરિભાઈ નવચંદભાઈ  ખેની પરવડી પ્રવિણભાઇ વીરાણી દિનેશભાઈ સુરાણી.રામપર સહિત ના મહેમાનો પધારતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા કૌશિકભાઈ બોરીચા ટ્રસ્ટી ઓ સહિત સ્થાનિક અગ્રણી અરવિંદભાઈ બાલધા દેવચંદભાઈ આલગિયા બટુકભાઈ શિયાણી જીતુભાઇ બલર દ્વારા મહાનુભવો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો સૈકા જૂની સાહિત્ય સંસ્થાન પ્રવેશતાજ ખૂબ ખુશી વ્યક્ત કરતા મહેમાન શ્રી ભરતભાઈ માંગુકિયા એ જણાવ્યું હતું કે સારું વાંચન કદી પણ માનવી ને જેવો છે તેવો રહેવા દેતો નથી વાંચન પરિણામે હમેશા ઉન્નત માનવી બને છે  કર્મ ની ધંટી માં ઘઉં નાખશો તો બાજરો ન નીકળે મુશ્કેલી માં મુંઝાવું નહિ સારા પુસ્તકો જીવંત દેવ પ્રતિમા સમાંતર હોય છે તુરંત ઇચ્ચીત વરદાન આપવા સમર્થ છે હજારો મહાપુરુષો વિચારો ના વિશાળ સાગર સમાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત અમીટ છાપ છોડનારી છે પ્રેરણાદાયી પુસ્તકો અનેક પ્રકારની કર્મ કુશળતા સમસ્ત સમાજ માટે ઉપકાર રૂપ બને છે  સ્થિરપ્રજ્ઞ બની જતા મહાનુભવો એ પુસ્તકાલય ની અનેક વિશેષતા જાણી દરેક વિભાગો નિહાળી આફરીન થયા હતા કલાકો સુધી પુસ્તકાલય ની અનેક વિધ સેવા નિહાળી આનંદિત થતા પરમાર્થ ટ્રસ્ટ સુરત પરિવારે સુંદર સંદેશ આપતો હતો 

Related Posts