ભાવનગર

તળાજા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઇના રોજ યોજાશે

જુલાઈ-૨૦૨૬ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ સવારના
૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અધ્યક્ષશ્રી, પ્રાંત અધિકારીશ્રી,
તળાજાના અધ્યક્ષસ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ ક૨વા માટે રાખવામાં આવેલ છે.
અરજદાર પાસેથી તા.૧૫/૦૭/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા તથા પોતાના પુરા નામ-સરનામા અને
મોબાઈલ નંબર સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે “તાલુકા સ્વાગત ફરીયાદ
નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ મામલતદારશ્રી, તળાજાને અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજૂ ક૨તાં
પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સબંધિત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ. આ
કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકાશે. સામૂહિક રજુઆત કરી
શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર-નીતિ વિષયક તથા કોર્ટ મેટર સિવાયના પડતર પ્રશ્નો/અરજીઓ
સ્વીકારવામાં આવશે તેમ મામલતદારશ્રી તલાજાની યાદીમાં જણાવ્યું છે.

Related Posts