દામનગર પે સે. શાળા નં -1 પીએમ શ્રી ગુજરાત પ્રાથમિક શાળામાં ભવ્ય ત્રિવેણી રંગમંચ વાર્ષિક ઉત્સવ ઉજવાયો.લાઠી તાલુકાની દામનગર શહેરની દામનગર પે સેન્ટર શાળા નંબર -1 પીએમ શ્રી ગુજરાત પ્રાથમિક શાળામાં ત્રિવેણી રંગમંચ કાર્યક્રમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના સ્થાપના દિનની ઉજવણી, ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારોહ તથા શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન જેવા ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળા સ્થાપના દિનની ઉજવણી આમંત્રિત મહેમાનો તથા બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓની ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવી.તેમજ શાળાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા જેવીકે NMMS,PSE,CET ,નવોદય પરીક્ષા ,જ્ઞાન સાધના પરીક્ષા તેમજ શાળામાં ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી સ્વરક્ષણ તાલીમ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 3 થી 8માં વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગૌરાંગભાઈ જોશી, બીઆરસી શ્રી પિયુષભાઈ વિરડીયા SMC સદસ્યો , સી.આર.સી દિલીપભાઈ પરમાર સંઘ હોદ્દેદારો હિતેશભાઈ સોરઠીયા ,મહેશભાઈ ચૌહાણ તેમજ અન્ય શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ ,શિક્ષકો, શહેરીજનો વગેરે બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ રંગારંગ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ વિસાણી એસએમસી અધ્યક્ષ દીપાબેન તેમજ SMC સદસ્યો ,મોટીવેશનલ એંકર બૈજુભાઈ ત્રિવેદી ,શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવેલ.
દામનગર પે સે. શાળા નં -1 પીએમ શ્રી ગુજરાત પ્રાથમિક શાળામાં ભવ્ય ત્રિવેણી રંગમંચ વાર્ષિક ઉત્સવ ઉજવાયો


















Recent Comments