ગુજરાતમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD) ના જવાનોના વેતન વધારા અને સમયસર ચૂકવણીના પ્રશ્ને ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc)’ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા સરકારના બેવડા ધોરણો સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર અયાલાનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા GSRTC (રાજ્ય પરિવહન) ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો કરવામાં આવ્યો છે, જે આવકારદાયક છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું GRD જવાનો મનુષ્ય નથી? શું તેમને વધતી જતી મોંઘવારી લાગુ પડતી નથી?
ફેડરેશનની મુખ્ય માંગણીઓ:
૧. GSRTC કર્મચારીઓના ધોરણે GRD જવાનોને પણ મોંઘવારીને ધ્યાનમાં રાખી સન્માનજનક વેતન વધારો આપવામાં આવે.
૨. GRD જવાનોને તેમનું વેતન દર મહિનાની નિયત તારીખે જ મળી રહે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો જવાનોના આર્થિક હિતોનું રક્ષણ કરવામાં નહીં આવે, તો આ મુદ્દો વધુ ગંભીરતાથી ઉઠાવવામાં આવશે. જવાનોનું આર્થિક શોષણ અટકાવવું એ અત્યંત અનિવાર્ય છે.




















Recent Comments