સુરત તા.૨ ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના એક સંપીલા આદર્શ ગામ ખાખરીયા નું અનોખું પ્રથમ સ્નેહ મિલન સુરત ખાતે “ચાલો સહિયર મૈયર માં ” શીર્ષક હેઠળ યોજાયું દિકરી બે કુળ ને તારે ગુજરાત નો સૌ પ્રથમ ભાવનગર ના ખાખરીયા ગામની 600 થી વધુ દીકરીઓનો ચાલ સહિયર મૈયરમા શીર્ષક સાથે સુરતમાં જુની યાદોની યાદગાર પળો માણતા મોજ મસ્તી અને હર્ષાશ્રુ થી શરૂ થયેલો સ્નેહમિલન ભાવુક હૃદયે સંપન્ન થયો : ચાલ સહિયર મૈયરમા : ખાખરિયાની દીકરીઓએ સુરતમાં રચ્યો સ્નેહનો ઈતિહાસ” સુરત ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ખાખરિયા ગામની દીકરીઓ` એ 1 જુલાઈ 2026, બુધવારના રોજ ચાલ સહિયર મૈયરમા` શીર્ષક હેઠળ સુરતના ગ્રીન વિલા ફાર્મ ખાતે એક ઐતિહાસિક સ્નેહમિલન યોજ્યું. પ્રથમ જ પ્રયાસમાં બહેનો માં ઉમટેલો ઉત્સાહનો દરિયો એ વાતનો પુરાવો હતો કે પિયરની માયા ની કોઈ સીમા નથી હોતી. સંસ્કાર, સહકાર અને સમર્પણની ભૂમિ ખાખરિયાની દીકરીઓએ વિચાર્યું કે આપણી એકતાની ભાવના` કેમ ચૂકી જઈએ. બસ એમાંથી જન્મ્યો આ સ્નેહોત્સવ. ગામની કુંવારિકાઓ અને લગ્ન બાદ સુરત સહિત અન્ય શહેર-જિલ્લામાં વસવાટ કરતી દીકરીઓ બપોરે 3 થી રાત્રે 9 સુધી એક મંચ પર ભેગી થઈ. બાળપણની રમતો, શાળાની મસ્તી અને ગામના ખેતરોની વાતોએ આખું ફાર્મ હાઉસ ખાખરિયામય બનાવી દીધું. સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા, જૂની યાદો અને સ્નેહભોજન સાથે આયોજક બહેનોની અથાગ મહેનતથી આખો કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું સાંસ્કૃતિક યોધ્ધા પુરસ્કૃત કોમલબેન સાવલીયા નું વક્તવ્ય. તેમણે કહ્યું, _”દીકરી એટલે બે કુળનો દીવો, અને ખાખરિયાની દીકરી એટલે ગામનું ગૌરવ.”_ દીકરીનું મહત્વ, પિયરની માયા અને ગામના સંસ્કારો વિશેના તેમના ભાવુક શબ્દોએ દરેક બહેનની આંખ ભીની કરી દીધી. સાથે તેમણે આજના યુગમાં શિસ્ત, મર્યાદા, સમજણ અને સાવચેતીનું મહત્વ પણ સમજાવ્યું. ગ્રામજનો અને સમાજના અગ્રણીઓએ આ પહેલને વધાવીને કહ્યું કે _આ સ્નેહમિલન દર વર્ષે થવું જોઈએ_, જેથી ગામની એકતા અને દીકરીઓનો પિયર સાથેનો નાતો અતૂટ રહે. માત્ર એક દિવસનું મિલન નહીં, પણ વર્ષો સુધી જીવશે એવી યાદો આપતો આ ચાલો સહિયર મૈયરમા સ્નેહોત્સવ ખાખરિયાની એકયતા ના દર્શનીય નજારા સાથે યોજાયું હતું




















Recent Comments