અમરેલી

સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રીજની કામગીરી શરૂ હોય તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવા

સાવરકુંડલા-મહુવા રોડ પર ઓવરબ્રીજની કામગીરી શરૂ હોય તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વૈકલ્પિક રૂટ-૧ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ પરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૨ મુજબ સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજ (રેલ્વે ફાટક)ની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.

વૈકલ્પિક રૂટ-૩ મુજબ સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટિંગ યાર્ડ પાસેના રેલ્વે અંડરપાસમાંથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૨.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts