શતદળ બનીને ખીલી છે
આ સંસ્થા આજે ગૌરવથી,
રમીને મેદાને બહેનોએ
દેખાડી શક્તિ સૌરભથી.
પરસેવો પાડ્યો છે જેણે
આ સફળતા કાજે મિત્રો
ગુંજી રહ્યો છે નાદ એનો
આજે હરખના પર્વથી.
–“પાંધી સર”
સ્થાનિક રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન આપનાર શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિરના શતાબ્દી મહોત્સવ અંતર્ગત તાજેતરમાં એક ભવ્ય ‘બહેનોના રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સો વર્ષની ગૌરવશાળી પરંપરા ધરાવતી આ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાવરકુંડલા અને આસપાસના વિસ્તારની બહેનોએ વિવિધ સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડી બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વ્યાયામ અને રમતગમત એ સ્વસ્થ સમાજની પાયાની જરૂરિયાત છે. તેમની સાથે અન્ય સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. શતાબ્દી મહોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મુકુંદભાઈ નાગ્રેચા, દીપકભાઈ શેઠ, તેમજ વિનુભાઈ રાવળ સહિતના તમામ કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને પ્રભાવી સંચાલન કેતનભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એકંદરે ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ રમતોત્સવ સંપન્ન થયો હતો.
ખાસ નોંધનીય બાબત એ હતી કે આ રમતોત્સવમાં ભાગ લેવા છેક અમરેલીથી બહેનો ભાગ લેવા આવેલ કુલ ૩૦૦ જેટલા મહિલા સ્પર્ધકો વચ્ચે ખૂબ રસાકસી સાથે રાત્રિના બારેક વાગ્યે આ કાર્યક્રમમાં સંપન્ન થયો
















Recent Comments