સાવરકુંડલા: માનવતા અને જીવદયાના કાર્યોમાં અમરેલી જિલ્લો હંમેશા અગ્રેસર રહ્યો છે. તાજેતરમાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી થોરડી ગૌશાળા ટ્રસ્ટ ખાતે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.
ગૌસેવાના આ ઉમદા કાર્યમાં જ્યસુખભાઈ લાલજીભાઈ માલાણી દ્વારા ગૌમાતા માટે એક સનેડો ભરીને નીરણ (ઘાસચારો) અર્પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યસુખભાઈ સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત છે અને હંમેશા ગૌસેવા તથા ભક્તિના માર્ગે જોડાયેલા રહે છે.
થોરડી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આ ઉદાર ફાળા બદલ જ્યસુખભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા દાતાઓના સહયોગથી જ ગૌમાતાની સેવા અવિરત ચાલતી રહે છે.


















Recent Comments