ભાવનગર

ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ નું જાહેરનામું

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે. જે અનુસાર ભાવનગર જિલ્લાની ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર
નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર,
વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર, જેસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.
ભાવનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડૉ. મનીષ
કુમાર બંસલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ (૧) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં
આવ્યું છે.
ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાવિષ્ટ વિસ્તારમાં કોઇ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની
કલમ-ર ની વ્યાખ્યામાં આવતું કોઇપણ હથિયાર ધારણ કરી ફરવું નહીં. ચૂંટણી હેઠળના વિસ્તારમાં જિલ્લા બહારથી મેળવેલ
હથિયાર પરવાના ધારણ કરનાર વ્યકિતઓ કે જેઓ હાલ અત્રેના જિલ્લામાં વસવાટ કરતા હોય તેમને પણ પોતાનું હથિયાર
ધારણ કરી હરવું-ફરવું નહીં. ચૂંટણી અંગેની પ્રક્રિયા શરૂ થયેલ હોઇ, નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથિયાર
પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યકિતગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા
લેવા માટે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરને અધિકૃત કરવામાં આવે છે. (અ) જામીન ઉપર છોડેલી
વ્યકિતઓ, (બ) ફોજદારી ગુન્હાઓ કર્યાની ભૂમિકાવાળી વ્યકિતઓ, (ક) હુલ્લડના ગુન્હામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમ્યાન
સંડોવાયેલા વ્યકિતઓ, (ડ) ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યકિતઓ, (ઇ) ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા
જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમો, સદરહું જાહેરનામું કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતાં અધિકારીશ્રીઓ,
સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષકો, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં.
સદર હું જાહેરનામાનો ભંગ કરી જો કોઇ વ્યકિત પાસે શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ ની કલમ-ર ની વ્યાખ્યામાં આવતું
કોઇપણ હથિયાર ધારણ કરતાં જોવામાં આવશે તો સબંધીત પોલીસ અધિકારીશ્રીઓ તથા સ્થળ પરનાં સુરક્ષા અધિકારીશ્રીઓ આ
હથિયાર જપ્ત કરી શકશે.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ ની કલમ-
રર૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાવિષ્ટ
વિસ્તાર પુરતુ લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુઘી અમલમાં રહેશે.
આ તારીખ:- ૦૪/૦૪/ર૦ર૬ ના રોજ મારી સહી સિકકો કરી જાહેરનામું બહાર પાડયું.

Related Posts