રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર
જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા,
પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬
ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-ર૦ર૩ ની કલમ-
૧૬૩ ની પેટા કલમ-(૧) થી મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ ફરમાવ્યો છે.
જેમાં રાજકીય/બિનરાજકીય પક્ષો, ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ
જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં.આવા વાહનોમાં હેલીકોપ્ટર, એરક્રાફટ, કાર,
જીપ, ઓટોમોબાઇલ બોટ વગેરેનો સમાવેશ થાય છે.
સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના સાહસો, સંયુકત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો,
નગરપાલીકાઓ, મહાનગરપાલીકાઓ, ખરીદ-વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જિલ્લા-તાલુકા પંચાયતો
તેમજ જાહેર નાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ
કરી શકાશે નહીં.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩
ની કલમ-રર૩ હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં
સમાવિષ્ટ વિસ્તાર પૂરતું લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
ચૂંટણી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના વાહનોના દુરૂપયોગ પર પ્રતિબંધ











Recent Comments