રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
જે અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર
જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા,
પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬
ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૩ ની
પેટા-કલમ-૧(આર)(૩) થી મળેલ સત્તાની રૂઇએ ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની
સંસ્થાઓના સમગ્ર વિસ્તારમાં નીચેની વિગતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા અંગે ફરમાવ્યું છે.
જેમાં, (૧) કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો કે તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ
વ્યકિત દ્ઘારા ચૂંટણી પ્રચાર માટે વાહનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસે વાહન
રજીસ્ટર્ડ કરાવી, વાહનના ઉપયોગ અંગેની મંજુરી મેળવી સબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી લાઉડ સ્પીકર
વગાડવાની મંજુરી/પરમીટ લેવાની રહેશે. અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઇથી દેખાય આવે તે રીતે
વિન્ડસ્ક્રીન પર ચોંડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા
સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ
નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.
(ર) સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર કે વાહન પર લાઉડ સ્પીકર રાખી કે વગાડી શકાશે
નહી.
(૩) સામાન્ય પ્રચાર માટે અથવા જાહેરસભા કે સરઘસમાં ઉપયોગમાં લેવાયેલ અને ફરતા વાહનો પર કે
અન્યથા ઉપયોગમાં લેવાયેલ તમામ લાઉડ સ્પીકરોનો ઉપયોગ સવારના ૮.૦૦ કલાક થી રાત્રિના ૧૦.૦૦ કલાક
સુધી જ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને જ કરવાનો રહેશે.
(૪) ઉપર નિયત થયેલા સમય સિવાય ઉપયોગમાં લેવાયેલ કોઇપણ લાઉડ સ્પીકર કે અન્ય જોડાયેલ
ઉપકરણો જપ્ત કરવામાં આવશે.
(પ) લેખિત પરવાનગી વગર જે વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન,
ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર અને તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે.
(૬) ફરતા વાહનો પર અથવા તો નિયત સ્થળે ગોઠવવામાં આવેલ કોઇ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા
તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને અન્ય પ્રત્યેક વ્યકિતએ ઉપરોકત જણાવ્યા મુજબની પરવાનગી મેળવી તેની
જાણ ચૂંટણી અધિકારી અને સ્થાનિક પોલીસ અધિકારીને કરવાની રહેશે.
(૭) કોઇપણ મતવિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના પહેલાના ૪૮
કલાક દરમ્યાન વાહન પર ગોઠવેલ કે અન્ય પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.
(૮) રાજકીય પક્ષો/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-
૧૯પ૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં
સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.











Recent Comments