અમરેલી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે મતદાતા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ મતદાતા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થનાર હોય વિદ્યાર્થીઓમાં મતદાન વિશે જાગૃતિ આવે અને દરેક વ્યક્તિ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે તેવા હેતુ સાથે મતદાતા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. કે. વાળા તથા ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના સીનીયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવિયા દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર સૌ વિદ્યાર્થીઓને મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts