અમરેલી

“મામા તંત્ર જનતા ને ક્યાં સુધી (મામા) બનાવશે ?” ઠાંસા રોડ જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર પુલ ના કામે ઉંદર ના પાંજરા જેવું લોખંડ વાપરતા સ્થાનિકો નો વિરોધ

દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક ના રોડ ઉપર બનતા પુલ ના કામે ઉંદર ના પાંજરા માં વપરાય તેવું લોખંડ વાપરતી એજન્સી સામે નારાજગી સાથે સ્થાનિકો નો વિરોધ અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક ના ઠાંસા તરફ જતા માર્ગ ઉપર બેઠા કોઝવે ઉપર પુલ ના કામ માં લોલમલોલ થી કચવાટ ત્રણ જિલ્લા ના ૧૫ જેટલા ગ્રામ્ય ને જોડતા પુલ માં ભ્રષ્ટચાર આશંકા અમરેલી જિલ્લા ના (મામા) તંત્ર એ વાતાકુલીગ ઓફીસ થી બહાર આવી સ્થળ વિજીત કરવી જોઈ એ અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપાટ સુવગઢ બોટાદ જિલ્લા ના વિકળિયા સિહોર ના સરકડીયા ભૂતિયા ઉમરાળા તાલુકા ના હડમતીયા ઠોડા જેવા અનેક ગ્રામ્ય ઉપરાંત દામનગર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત રામરાજ્ય સોસાયટી શ્રીજી નગર ને જોડતા આ પુલ ની ગુણવત્તા ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે મામા નું તંત્ર જનતા ને ક્યાં સુધી મામા બનાવશે ? આ કામ કંઈ એજન્સી ને આપ્યું છે તેની શરતો અને એજન્સી અને જિલ્લા પંચાયત માર્ગ મકાન વચ્ચે થયેલ એગ્રીમેન્ટ ની શરતો શુ ? પુલ ના કામ માં વપરાતા માલસામાન ના લેબ પરીક્ષણ ગેરી સમક્ષ લઈ જવા ઉઠતી માંગ જાહેર બાંધકામ સંસ્થાન દ્વારા યોગ્ય મોનિટરીગ બાદ જ કમ્પીશન સર્ટી અને બિલ ચૂકવવા સ્થાનિક રહીશો માં બુલંદ માંગ ઉઠી રહી છે 

Related Posts