અમરેલી

 વિક્ટર પે સેન્ટર શાળા – રાજુલામાં ફાયર સેફ્ટી કાર્યક્રમ યોજાયો

વિક્ટર પે સેન્ટર શાળા તથા શ્રી વિક્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ 

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે ફાયર સેફ્ટી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ , પીપાવાવથી પધારેલ ઘનશ્યામભાઈ વાઘ, કાર્તિકભાઈ પંડ્યા, લક્ષ્મણભાઇ રામ તથા ભાવેશભાઈ દવેએ બાળકોને આગના સ્વરૂપો, આગને બુઝાવવાની વિવિધ પધ્ધતિઓ તથા સાધન સામગ્રી વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં વિક્ટર ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ બાળકો તથા ગ્રામજનોમાં ફાયર સેફ્ટી બાબતે જાગૃતિ લાવવી તથા આવી ઘટના સમયે શું કરી શકાય તે સમજાવવાનો રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી વિક્ટર પે સેન્ટર શાળા તથા શ્રી વિક્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ ફાયર સેફ્ટી વિશે ઊંડાણ પૂર્વકની માહિતી મેળવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષકશ્રી કાર્તિકભાઈ દવે તથા ભરતભાઈ ચૌહાણે કર્યું હતું.

Related Posts