અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૨૬ એપ્રિલે મતદાનના દિવસે અમરેલી શહેરની રવિવારી બજાર બંધ રહેશે

આગામી તા. ૨૬ એપ્રિલ૨૦૨૬ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. હાલમાં અમરેલી શહેરમાં સેન્ટર પોઇન્ટથી હરીરામ બાપાચોક તરફ જવાના માર્ગે રસ્તાનું ખોદકામ શરૂ છે અને નવો રસ્તો બનતો હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા મતદાનના દિવસે રવિવારી બજાર બંધ રાખવામાં આવશે.

મતદાનના દિવસે એક માર્ગીય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાય તેથી અમરેલી નગરપાલિકા દ્વારા બજાર બંધ રાખવામાં આવશે જેની જાહેર જનતાને નોંધ લેવા માટે ચીફ ઓફિસરશ્રીઅમરેલી નગરપાલિકાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts