સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય નેતા અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપ દૂધાત દ્વારા આજ રોજ સાવરકુંડલા તાલુકા નાં વિવિધ ગામોમાં ‘જન સંપર્ક પ્રવાસ’ કરવામાં આવ્યો હતો આ પ્રવાસનો મુખ્ય હેતુ ગ્રામ્ય સ્તરે લોકોના પ્રશ્નો સાંભળવા અને તેમની સાથે સીધો સંવાદ સાધવાનો અને સ્થાનિક સ્વરાજ ની તાલુકા અને જિલ્લા પંચાયત ની ચુંટણી માં પરિવર્તન લાવવા માટે પ્રતાપ દુધાત તેમની ટીમ સાથે સખ્ત મહેનત કરી રહ્યા છે
તારીખ ૨૦/૦૪/૨૦૨૬ અને સોમવાર ના રોજ આ પ્રવાસનું વિગતવાર કાર્યકમ નક્કી કરેલ સ્થેળે કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરવામાં આવેલ હતી : જેમાં સવારના દોલતી, મેરિયાણા ,ભમ્મર, ઘાણલા, ચીખલી, વણોટ દાધીયા, અને બપોર હાડીડા, જાંબુડા, મઢડા, ખડસલી, છાપરી, ડેડકડી, ભોકરવા, જેજાદ, ઠવી, પીયાવા, નેસડી અને ધારગણી ખાતે જન સંપર્ક પ્રવાસ દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા . પ્રતાપ દૂધાત દ્વારા તમામ રૂટ પરના ગ્રામજનોને સાથે મુલાકાત અને સંવાદ તેમજ દરેક નાગરીકો સાથે રહી પરિવર્તન લાવવા હાકલ કરી હતી આમ પ્રતાપ દુધાત અને તેમની તેમની ટીમ દ્વારા સાવરકુંડલા તાલુકા નો ચુંટણી પ્રવાસ થી આમ નાગરીકો માં ઉલ્લાસ જોવા મળી રહ્યો છે
















Recent Comments