ડાંગ તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણા ડાંગ ખાતે કલાપ્રતિષ્ઠાનના કલાકારો દ્વારા યોજાયો સપ્તરંગી કલા મહોત્સવ છેલ્લા 20 વર્ષથી કલા અને કલાકારોના ઉત્થાન માટે કલાગુરુ જશુભાઈ નાયકની પ્રેરણાથી કાર્ય કરતી કલા સંસ્થા કલાપ્રતિષ્ઠાન 17 મી રાષ્ટ્રીય કલાશિબિર તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણા, ડાંગ ખાતે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલદીદીની નિશ્રામાં યોજવામાં આવી હતી. તારીખ 16- 4- 2026 ને ગુરૂવારથી તારીખ 19- 4- 2026 રવિવાર સુધી (ચાર દિવસ) સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના ચિત્રકારો આ કાર્ય શાળામાં જોડાયા હતા. કાર્ય શાળાનું ઉદ્ઘાટન કલા પ્રતિષ્ઠાન ના ઉપાધ્યક્ષ યોગેશભાઈ નાયક સાથે બ્રહ્મવાદિની પૂ. હેતલ દીદીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. અને યોગેશભાઈ નાયક એ કલાગુરુ જશુભાઈ નાયકની વિચારધારા અને કલાપ્રતિષ્ઠાનની પ્રવૃત્તિનો સમન્વયે સાધીને કાર્ય પ્રણાલીની વિસ્તૃત ચર્ચા કરી હતી. સપ્તરંગી રંગોથી વાસુર્ણાની આજુબાજુના આદિજાતિના આવાસો ભૌગોલિક સ્થાનોથી દિવ્યતા અને ભવ્યતાથી શોભતા આ સ્થાનકો ઉપર કલાકારોએ 362 જેટલી કલાકૃતિઓ તૈયાર કરી હતી. પૂજ્ય હેતલ દીદીએ આ કાર્યક્રમની ગરિમાને આધ્યાત્મિક વાતો સાથે કલાકારોને ઉર્જાવાન બનાવ્યા હતા. દરરોજ સવારે છ થી સાત વાગ્યા સુધી પૂજ્ય હેતલ દીદી આધ્યાત્મિક દર્શન અને યોગદીક્ષા દ્વારા કલાકારોને જીવન જીવવાની અને આરોગ્યપ્રદ રહેવાની ખૂબ મોટી સમજણ અને પ્રાયોગિક કાર્યો દ્વારા સમજ આપી હતી. પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી.સ્વામીએ પણ આ કાર્ય શાળાની મુલાકાત લીધી હતી. અને કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.સવારે 8:00 વાગ્યાથી ચાલુ થતી કાર્યશાળા દિવસભર પાંચ વાગ્યા સુધી ધોમ- ધખતા તાપમાં પણ કલાકારો એ કુદરતના ખોળે બેસીને સાધના, આરાધના અને ઉપાસના કરી હતી. સાંજે કલા સર્જનો કરીને આવતા કલાકારો ના જીવનમાં કંઈક નવું કર્યાનો આનંદ એના મુખારવિંદ ઉપર દેખાતો હતો અને કંઈક કર્યાનો સંતોષ અનુભવાતો હતો, રાત્રી દરમિયાન તૈયાર થયેલા કલા સર્જનોનું સુંદર મજાનું કલા પ્રદર્શન યોગમંડપમાં યોજવામાં આવતું હતું. કલાકારો એકબીજા સાથે કલાકાર્યનો વિચાર- વિમર્શ કરીને નવા કામને કેમ ઓપ આપવો તે માટે ચર્ચા કરતા જોવા મળતા હતા. છેલ્લા ત્રણ દિવસના અંતે ત્રણ દિવસ થયેલા કાર્યનુ એક ભવ્ય કલા પ્રદર્શન યોગ મંડપમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈદેહી સંસ્કૃતિ ધામના સાધ્વી શ્રી યશોદાદીદી તથા દીદી સાથે પૂ.સત્યવાન ગુરુજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કલાપ્રદર્શનનું નિદર્શન કરીને ભાવવિભોર બની ગયા હતા.. પૂજ્ય દીદીએ કલાકર્મનું આધ્યાત્મિક સમજાવીને ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય આપીને દરેક કલાકારોને તેમની કાર્યપ્રણાલી અને આધ્યાત્મિક કાર્યની નોંધ લેવડાવી હતી.. પૂજ્ય ગુરુજીએ ત્રણ દિવસ ચાલેલા કલાકાર્યનું ત્રિદલ જ્ઞાન, કર્મ અને ભક્તિ ના કલાકર્મનુ શ્રીફળ વધેરીને ભગવાન શિવને અર્પણ કર્યું હતું.. કલાકારોએ સાથે મળીને આ કલાપ્રદર્શન સુરત ખાતે યોજવાનું સર્વાનુમતે નક્કી કર્યું હતું .. સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ ૨૦ વર્ષથી ચાલી આવતી કલા સંસ્થાની કાર્ય પ્રણાલી અને કલાકાર્યનો ભાવ કલાકારોને વિસ્તૃત વિચાર- વિમર્શ સાથે સમજૂતી આપી હતી અને દરેક કલાકારો તેજસ્વીની સંસ્કૃતિધામ ના પવિત્ર પરિસરમાં ઊભી થઈ રહેલી (કન્યા છાત્રાલય હોસ્ટેલ)ના નિર્માણમાં આદિવાસી બાળાઓના વિકાસ માટે પ્રદર્શન સુરત ખાતે યોજવાનું નક્કી કર્યું હતું. અને જે પ્રદર્શનમાંથી કલાકૃતિઓ વેચાશે તેમાંથી 50% રકમ તેજસ્વીની સંસ્કૃતિધામને અર્પણ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યશાળાનું આયોજન રાષ્ટ્રીય કલાશિબિરના મુખ્ય સંયોજક શ્રી અજીત ભંડેરી, સહસંયોજક સી.ટી. પ્રજાપતિ અને નટુ ટંડેલે કર્યુ હતુ વ્યવસ્થાપનમાં ચિત્રકાર નરેન્દ્ર ગોહેલ, ચિત્રકાર દિપક મહેતા, ચિત્રકાર ચંદ્રકાંત પ્રજાપતિ, ચિત્રકાર સુધા ધેવરીયા અને ભાવેશ પટેલ સંભાળ્યું હતું ..સમગ્ર કાર્યનું વ્યવસ્થાપન તેજસ્વીની સંસ્કૃતિ ધામના સમર્પિત સેવક શ્રી ધનસુખભાઈ એ સંભાળ્યું હતું અને સંકલન રમણીક ઝાપડીયા એ કર્યુ હતું.
“માતા શબરી ની તપોભૂમિ” તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણા ડાંગ ખાતે કલાપ્રતિષ્ઠાનના કલાકારો દ્વારા યોજાયો સપ્તરંગી કલા મહોત્સવ
















Recent Comments