આજરોજ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે અખાત્રીજ નિમિત્તે કૃષિ ઓજારોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પરંપરાગત કૃષિ મૂલ્યોને જાળવી રાખીને પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃત્તિ વધારવાનો હતો. સાથે ખેડૂતોને સ્વાવલંબન અને પર્યાવરણ મિત્ર ખેતી તરફ પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.
ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રેક્ટર, વિવિધ ઓજારો, હળ, કાપણીના ઓજારો સહિતના સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજ આચાર્ય શ્રી ડો. દેશમુખ સહિત સર્વ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

















Recent Comments