તાજેતર માં જાહેર થયેલ ગુજરાત બોર્ડ ના સામાન્ય પ્રવાહ ના પરિણામ માં તળાજા ની ખ્યાતનામ શ્રી નવકારમંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ ની દીકરી *ગમારા રિધ્ધિબેન ભગતભાઈ એ સમગ્ર ગુજરાત માં 99.99 PR સાથે પ્રથમ સ્થાન મેળવી* અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે..તેવોએ તેમના **ત્રણ વિષયો માં 100 માંથી 100 ગુણ મેળવેલ છે.*
*
*શાળા ના આચાર્ય શ્રી મનીષાબેન ડાંગર* જણાવતા કહે છે કે રિદ્ધિબેને સાબિત કરી દીધું કે આવી ભવ્ય સફળતા માટે મોટી સારી સુવિધા વાળી શાળાઓ કે અમીરી બિલકુલ જરૂરી નથી પરંતુ માત્ર પોતાનું દ્રઢ મનોબળ અને મન થી કરેલી મહેનત અને શિક્ષક મિત્રો નું માર્ગદર્શન કાફી છે .
રિદ્ધિબેન ના પિતા શ્રી ભગતભાઇ કે જેવો ગોરખી ગામ માં રહે છે અને ઘેટાં બકરા ના પશુપાલનનો નાનો વ્યવસાય કરી ઘર નું ગુજરાન ચલાવે છે તથા ખુદ નહિવત્ ભણેલા છે છતાં તેમની દીકરી પ્રત્યે નો સપોર્ટ દીકરી ની સફળતા માટે જવાબદાર રહેલ છે..રિદ્ધિબેન ગોરખી થી સાયકલ લઈ ને શાળા એ આવતા હતાં અને હંમેશા પ્રફુલ્લિત મન થી તૈયારી કરતાં હતાં ઘર ની નબળી પરિસ્થિતિ ને સ્વીકારી ને મક્કમતા થી તેમણે તેમની આ સફળતા પ્રાપ્ત કરી હતી
રિદ્ધિબેન ની આ સફળતા આજ ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રેરણારૂપી ગણી શકાય..
આ ઉપરાંત સમગ્ર શાળા નું કુલ પરિણામ 99.62 ટકા પ્રાપ્ત થયેલ છે* જે બદલ અને રિદ્ધિબેન સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમે આવવા બદલ શાળા પરીવાર હર્ષ ની લાગણી અનુભવે છે .
આવી ભવ્ય સફળતા બદલ શાળા ના સમગ્ર શાળા પરીવાર અને તળાજા કેળવણી મંડળ ના પ્રમુખ ચેતનસિંહ ટી. વાળા દ્વારા આ દીકરી અને તેમના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે..















Recent Comments