મહેનત કરી છે એવી કે
કિસ્મત ઝુકી ગઈ,
સફળતાની એ સીડી હવે
આભે અડી ગઈ.
પહેલા તો રાજ્ય સેવામાં
દીપક પ્રગટાવ્યો,
હવે બેંકિંગના પથ પર
તમારી શાન વધી ગઈ.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરના વિંઝુડા પરિવારના તેજસ્વી પુત્ર અંકિત પ્રવિણભાઈ વિંઝુડાએ ટૂંકા ગાળામાં સતત બીજી મોટી સફળતા હાંસલ કરીને સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે. થોડા સમય પૂર્વે જ ગુજરાત રાજ્ય સરકારમાં જુનિયર ક્લાર્ક તરીકે નિમણૂંક મેળવ્યા બાદ, અંકિતભાઈએ પોતાની મહેનત અને લગનથી હવે બેંક ઓફ બરોડામાં JMG/I Scale-1 (લોકલ બેંક ઓફિસર) જેવી જવાબદાર પોસ્ટ પર સ્થાન મેળવ્યું છે.
એક સામાન્ય પદ પરથી બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારી તરીકેની આ સફર યુવાનો માટે પ્રેરણારૂપ છે. અંકિતભાઈની આ સિદ્ધિ બદલ વિંઝુડા પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી છવાઈ છે. તેમના પિતા પ્રવિણભાઈ વિંઝુડા અને સમગ્ર પરિવારે આ સફળતાને વધાવી લીધી છે અને ઠેર-ઠેરથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
*વાત કરીએ અંકિતભાઈના પિતાજી પ્રવિણભાઈની તો પ્રવિણભાઈ પણ મિલનસાર ધાર્મિક વ્યક્તિત્વ ધરાવે છે. ખાસકરીને ભારતીય સંસ્કૃતિની કાઠિયાવાડી ભાતીગળ લોકસંસ્કૃતિના સંતોની માર્મિક સંતવાણી ભજનો નિજાનંદ માટે તેના મધુર સ્વરમાં નિયમિતરીતે વહેલી સવારે કેવળ ઈશ્ર્વરને રાજી કરવા માટે ભક્તિમય વાતાવરણ વચ્ચે લલકારતા જોવા એ પણ એક લ્હાવો છે.*
અંકિતભાઈને તેમની આ નવી સફર માટે *આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!*















Recent Comments