એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. રાજ્યમાં ખેડૂત નોંધણી શરુ છે. આ માટે https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/# વેબસાઇટ પરથી જાતે ઘરેબેઠા સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકાશે અથવા ગ્રામ પંચાયત ખાતે રૂબરું જઈને પણ નોંધણી કરાવી શકાય છે.
રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવી. ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડીલક્ષી તમામ ધિરાણ સબંધી લાભ સરળતાથી મળશે.
ખેડૂતોએ નોંધણી માટે પોતાનું આધારકાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલની વિગતો સાથે ગ્રામ પંચાયત કે ઈ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નોંધણી કરાવવી. ગ્રામ્ય સ્તરે ખેડૂતોએ ગ્રામ પંચાયત વી.સી.ઈ કે કોમન સર્વિસ સેન્ટર અને સિટી વિસ્તારમાં સિટી તલાટીનો સંપર્ક કરવાનો રહેશે.
ફાર્મર રજીસ્ટ્રીની પ્રક્રિયા વધુ ઝડપી અને સુચારું બનાવવા માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. ૦૬ મે, ૨૦૨૬થી ઓનલાઈન ઓરિએન્ટેશન સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સત્રો દ્વારા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી પ્રક્રિયા, તેના હેતુઓ, ખેડૂતોને થનાર લાભ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. ઓરિએન્ટેશન સત્ર દર મહિનાના પ્રથમ અને ત્રીજા બુધવારે બપોરે ૧૨ વાગ્યાથી બાઈસેગ (BISAG) પ્લેટફોર્મ અને યુ ટ્યુબ લાઈવ માધ્યમથી યોજાશે તેમ જિલ્લા ખેતવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.















Recent Comments