ભાવનગર

ભાવનગર ખાતે સિદસર પી. એમ. શ્રી મોડેલ સ્કૂલ ધોરણ-12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ

ભાવનગર જિલ્લાના સિદસર ખાતે આવેલી પી. એમ. શ્રી મોડેલ સ્કૂલ, સિદસર દ્વારા વર્ષ 2026 ની ધોરણ-12
સામાન્ય પ્રવાહ તથા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ સાથે સફળતા મેળવી શાળાનું નામ ભાવનગર જિલ્લામાં ગૌરવપૂર્વક
ઉજાગર કર્યું છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરનાર મોટાભાગના
વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત તથા મધ્યમ વર્ગના હોવા છતાં કોઈપણ જાતના ખાનગી ટ્યુશન વિના માત્ર મોડેલ
સ્કૂલમાં અભ્યાસ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ શાળાના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શિક્ષકોની સતત
માર્ગદર્શનની પ્રતીકરૂપ છે.
શાળાના આચાર્યશ્રી ડો. પ્રકાશભાઈ રાઠોડ (શિક્ષણ સેવા વર્ગ-૨) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળાએ
સતત ત્રણ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ પ્રાપ્ત કરીને સતત શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખી છે, જે શાળા
પરિવાર માટે ગૌરવની બાબત છે.
*ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100% આવેલ છે જેમાં સામાન્ય પ્રવાહમાં દિવ્યાબેન કાળુભાઈ
ખસિયા – 89.86% (PR- 98.33), કોમલબેન પાંચાભાઇ સરવૈયા – 87.14% (PR- 96.72), વૈશાલીબેન શંભુભાઈ જેઠવા –
86.14% (PR- 96) એ શ્રેષ્ઠ પરિણામ મેળવી ટોપ સ્થાન મેળવ્યું છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 100% આવેલ છે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં શાળાએ 100% પરિણામ
મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે. જેમાં નયનાબેન બટુકભાઈ ચૌહાણ – 83.85% (PR- 93.51), અક્ષરા સતિષભાઈ ચૌહાણ
– 82.31% (PR- 91.64), ધ્રુવીબેન ભભલુભાઈ મોભ – 77.85% (PR- 83.99) એ શ્રેષ્ઠ પરિણામ મેળવી ટોપ સ્થાન મેળવ્યું
છે.

આ સફળતા માટે શાળાના વિદ્યાર્થીઓની અવિરત મહેનત, શિક્ષકોનું સમર્પિત માર્ગદર્શન તથા વાલીગણના
સહયોગને મુખ્ય કારણ ગણાવવામાં આવે છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન
પાઠવવામાં આવ્યા છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. શાળાના આ ઉત્કૃષ્ટ
પરિણામથી સમગ્ર શાળા પરિવાર અને સિદસર વિસ્તારમાં આનંદનો માહોલ સર્જાયો છે.

Related Posts