ભાવનગર

ધો.12 સાયન્સ અને ગુજકેટમાં નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના અવ્વલ પરિણામની યશ કલગી

હરહંમેશ શ્રેષ્ઠ પરિણામમાં અગ્રેસર નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના વિદ્યાર્થીઓએ ધો.12 સાયન્સના બોર્ડનું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. જેમાં 01 વિદ્યાર્થીની રાઠોડ ઉર્વશીબેન રાજુભાઈ (સાંખડાસર – ૧)એ A1 ગ્રેડ સાથે 98.51 P’tile પ્રાપ્ત કરી શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. દ્વિતીય ક્રમે ભંમર જયદીપ ગીગાભાઈ (મોટાઘાણા) 98.40 P’tile અને તૃતીય ક્રમે ધાંધલ્યા દિપલબેન રસિકભાઈ (વેળાવદર) 97.50 P’tile પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને 12 વિદ્યાર્થીઓએ 90 કરતાં વધારે PR પ્રાપ્ત કરી શ્રેષ્ઠતા સાબિત કરી છે.સાથે – સાથે ગુજકેટના જાહેર થયેલા પરિણામમાં ભાદરકા રાહુલ પાંચાભાઇ(કોદિયા)એ કુલ 120 ગુણમાંથી 113.75 ગુણ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.દ્વિતીય ક્રમ શિયાળ વિક્રમ મનાભાઈ (ઝાંઝમેર) અને વાઘેલા નિશિકાબેન શૈલેષભાઈ (વાવડી) 112.50 ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળાના કુલ 13 વિદ્યાર્થીઓએ 100 કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે.આ શ્રેષ્ઠ પરિણામમાં નીલકંઠ ગુરુકુલમ્ ના વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મહેનત રંગ લાવી છે. શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને સ્ટાફ પરિવારે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

Related Posts