ભાવનગર

ગણેશ શાળા – ટીમાણાની વિદ્યાર્થીની પનોત નિષ્ઠાબહેને 99.84 PR સાથે મેળવી અનેરી સિધ્ધિ

ગઈકાલે જાહેર થયેલ SSC (ધોરણ :- 10) ના પરિણામમાં શિક્ષક માતા – પિતાની દીકરી પનોત નિષ્ઠાબેન પ્રવીણભાઈએ 99.84 PR તેમજ 96.83 % સાથે ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. નિષ્ઠાબહેને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તથા સંસ્કૃત વિષયમાં 99 માર્ક્સ, અંગ્રેજીમાં 96 માર્ક્સ, ગુજરાતી વિષયમાં 95 માર્ક્સ તથા સ્ટાન્ડર્ડ ગણિતમાં 93 માર્ક્સ સાથે કુલ 581 ગુણ પ્રાપ્ત કર્યા છે.
નિષ્ઠાબહેન સાયન્સ વિભાગમાં અભ્યાસ કરી AI ક્ષેત્રે આગળ વધવા માટે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું રાખે છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ગણેશ શાળા – ટીમાણાની વિદ્યાર્થીની નિષ્ઠાબહેને જણાવ્યું હતું કે તેમની આ સફળતા પાછળ તેમના માતા – પિતાની મહત્વની ભૂમિકા રહી હતી. માતા પોષ્ટિક આહાર સાથે સ્વાસ્થ્યની કાળજી રાખતા જ્યારે પિતા મોડી રાત સુધી વાંચન કરાવતા. આ ઉપરાંત શાળા દ્વારા નિયમિત આયોજન સાથે લેવામાં આવતી ટેસ્ટ તથા ડાઉટ સોલ્યુશનની પ્રક્રિયા મહત્વની રહી હતી.  નિષ્ઠાબહેને અન્ય બાળકોને સંદેશો આપતા કહ્યું હતું કે દરેક બાળકમાં ટેલેન્ટ છુપાયેલ છે, માટે દરેક બાળકે કોન્ફિડન્સ જાળવીને નિયમિત મહેનત કરવી જોઈએ જેથી આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું હતું કે ચારથી પાંચ કલાક જેટલી નિયમિત મહેનત કોઈપણ વ્યક્તિને સફળતા અપાવી શકે છે. નિષ્ઠાબહેને પોતાના ઉચ્ચ પરિણામ માટે માતા – પિતા, ગુરુજનો, ગણેશ શાળા – ટીમાણા પરિવાર, વડીલો તથા ઇશ્વરનો આભાર માન્યો હતો.

Related Posts