અમરેલી

“દર્દી દેવો ભવ ની ઉત્તમ ભાવના” લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી

દામનગર લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી આજ રોજ લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ના આયુષ્માન આરોગ્ય મંદિર છભાડીયા ખાતે છભાડિયા ગામ ના અગ્રણી એવા દાતા શ્રી કલ્પેશભાઈ રાબડીયા દ્વારા દર્દીઓ માટે ઉનાળા ની કાળઝાળ ગરમી માં પણ જીવન રક્ષક અને ઇમરજન્સી માં ઉપયોગી એવા ઇન્જેક્શન, દવાઓ, રસીઓ વગેરે સુરક્ષિત રીતે રાખવા માટે રેફ્રિઝરેટર નું દાન આપવા માં આવેલ હતું. દાતા શ્રી વિજયભાઈ રાબડીયા દ્વારા વિકલાંગ અથવા શારીરિક અશક્ત દર્દીઓ ને લઈ જવા લાવવા માટે વ્હીલચેર નું દાન આપવા માં આવ્યું હતું. ઉપરાંત, શ્રી જીગ્નેશભાઈ ઢોલા દ્વારા દર્દી માટે બેડ અને શ્રી ઝવેરભાઈ ઢોલા દ્વારા આરોગ્ય કેન્દ્ર માં ઉપયોગી પ્લાસ્ટિક ની વસ્તુઓ નું દાન આપવા માં આવેલ હતું. આ ચારેય ઉદાર દિલ દાતાશ્રીઓ દ્વારા ઉપરોક્ત વસ્તુઓ નું દાન આપતા પ્રા.આ.કેન્દ્ર મતિરાળા ના તમામ સ્ટાફ દ્વારા આવકારવા માં આવેલ હતું. દર્દી નારાયણ ની સેવા કરવા પરોક્ષ રીતે ભાગીદારી નોંધાવી અન્ય દાતાશ્રી ઓ ને પ્રેરણા રૂપી સંદેશ પૂરો પાડ્યો હતો. પ્રા.આ.કે. મતિરાળા ના તમામ સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરવા માં આવેલ હતી.

Related Posts