ભાવનગર

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે ના રોજ યોજાશે

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો મે – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી
તા.૨૬/૦૫/૨૦૨૬નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી પ્રાંત અધિકારી,
ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં
તા.૧૮/૦૫/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને તથા તાલુકા
કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે
રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતની અરજીઓ
સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકશે નહી તેમ મામલતદાર ઘોઘાની યાદીમાં જણાવાયું છે.

Related Posts