મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ (CGMS) વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયેલ અને મંજૂરી (Approve) મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ચોઈસ ફીલિંગ (Choice Filling) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામ પાત્ર વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગ તા.૧૮.૦૫.૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ચોઈસ ફીલિંગ પૂર્ણ નહીં કરનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. આ પ્રક્રિયા પૂર્ણ ન કરનાર વિદ્યાર્થીઓ ફાઇનલ મેરિટ યાદીમાંથી પણ બાકાત રાખવામાં આવશે.
ચોઈસ ફીલિંગની ઓનલાઈન પ્રક્રિયા મુજબ પોર્ટલ લોગઈન: વિદ્યાર્થીએ ૧૮ અંકના CTS ID અને પાસવર્ડથી cet-portalgurjaratvsk.org પર લોગઈન કરવું. શાળા પસંદગી: ડાબી બાજુ દર્શાવેલ શાળાઓ/યોજનાઓ પસંદ કરી જમણી બાજુ (Priority List) લાવવી. અગ્રિમતા ક્રમ: Arrow બટન દ્વારા પોતાની પસંદગી મુજબ શાળાઓનો યોગ્ય ક્રમ ગોઠવવો. ફાઇનલ સબમિટ: બાંહેધરી સ્વીકારીને “Submit Priorities” બટન પર ક્લિક કરવું. પ્રિન્ટ ડાઉનલોડ: સબમિટ કર્યા બાદ “Export to Excel” થી PDF ડાઉનલોડ કરી સાચવી રાખવવાની રહેશે. એકવાર સબમિટ કર્યા બાદ ફોર્મ લોક થઈ જશે. સબમિટ થયેલ ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. વિગતોમાં વિસંગતતા જણાય તો તાત્કાલિક DEO કચેરી કે રાજ્ય કચેરીનો સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.










Recent Comments