અમરેલી

જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના નાપાસ વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન વર્ગો યોજાશે : પૂરક પરીક્ષાની સફળતા માટે વિશેષ શૈક્ષણિક અભિયાન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપચારાત્મક શિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ટકી રહે અને જૂન-૨૦૨૬ની પૂરક પરીક્ષામાં સફળ થાય તે માટે આ અભિયાનનો યોજાઈ રહ્યું છે. સમયગાળો: તા. ૧૮/૦૫/૨૦૨૬ થી તા. ૦૬/૦૬/૨૦૨૬ સુધી. સમય: સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી વર્ગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ વર્ગો અમરેલી-એસ.એસ. અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ (કન્યાઓ માટે) અને જ્ઞાનદીપ વિદ્યામંદિર (કુમાર માટે)લાઠી-કલાપી વિનય મંદિરલીલીયા- અમૃતબા હાઈસ્કુલલીલીયાબાબરા-સરકારી કમળશી હાઈસ્કુલ,ધારી-જી. એન. દામાણી હાઈસ્કુલબગસરા- મેઘાણી હાઈસ્કુલકુંકાવાવ- સુરગવાળા સાર્વજનિક હાઈસ્કુલ,સાવરકુંડલા-એસ. વી. દોશી હાઈસ્કુલખાંભા – જે. એન. મહેતા હાઈસ્કુલરાજુલા- ટી. જે. બી. હાઈસ્કુલજાફરાબાદ- મોડેલ સ્કુલ ખાતે યોજાશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ વર્ગોનો લાભ લે માટે જિલ્લા શિક્ષણાધીકારીશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts