અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાધારસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાશ્રી જનકભાઈ તળાવિયાશ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો જેમ કેરસ્તાઓજમીન માપણીવીજ જોડાણજંગલ કટીંગપાણી પુરવઠામાર્ગ અને મકાન વિભાગનગરપાલિકાને લગત પ્રશ્નોને લઈને હાલ સુધીની પ્રગતિલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા હાથ ધરીને સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુદ્દે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે સમીક્ષા હાથ ધરી જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં રાસાયણિક ખાતરઅન્ય જરૂરી પુરવઠાનો નિયમિત પ્રવાહ સહિતના મુદ્દે સમીક્ષા કરી અને જરૂરી પુરવઠો જળવાઈ રહે તે માટે દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનું આંતરિક સંક્લનથી હકારાત્મક નિરાકરણ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી ધારી વિકાસએ.એસ.પીશ્રીજયવીર ગઢવી યાદવઇન્ચાર્જ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજાનિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલપ્રાંત અધિકારીશ્રી લાઠીસાવરકુંડલાબગસરાધારીવિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Posts