અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે માળીલામાં પંચાયત ભવનનું લોકાર્પણ

રાજ્યના ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ગ્રામ સુવિધા અને સુખાકારીમાં ઉમેરો કરતા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. મંત્રીશ્રીના હસ્તે અમરેલીના માળીલા મુકામે નિર્મિત નવા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યુ હતું. જ્યારે બરવાળા બાવીશી મુકામે રૂ. ૨૫ લાખના ખર્ચે બરવાળા-ઢોલરવા ગાડા માર્ગના જોડતા રસ્તે કોઝ-વે નિર્માણનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેસમગ્ર વિશ્વમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ થકી ભારતના વિકાસને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમરેલીને ઉદારહાથે વિકાસકાર્યોની ભેટ આપી છે.

અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે જળસિંચન અને જળસંવર્ધનના પ્રશ્નોને પ્રાથમિકતા આપી અને નિર્ણયો કરવામાં આવ્યા છે. અમરેલી વિધાનસભાના ૧૧૫ ગામોમાં પ્રતિગામ દીઠ ૬૦૦ કલાક હીટાચી મશીન દ્વારા તળાવ નિર્માણનું કામ કરવામાં આવી રહ્યું છે જેનો શુભારંભ સ્વયં મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો. ખેડૂતોને પાક નુકસાની સામે રાહત પેકેજ પણ કોઈ પણ પ્રકારના સરવે વગર આપવામાં આવ્યું હતું.

તેમણે ઉમેર્યું કેઅગાઉ અમરેલીની ઓળખ સમા ખેડૂતોને ઉપયોગી એવા સનેડાની ખરીદી માટે રૂ. ૨૫,૦૦૦ની સબસિડી મળતી હતી. આ રકમમાં સામાન્ય ખેડૂતો માટે બેગણા જેટલો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે જ્યારે મહિલાઓ માટે ત્રણગણી રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં ખેડૂતોને સનેડાની ખરીદીમાં રૂ. ૬૦,૦૦૦થી લઈને રૂ. ૭૫,૦૦૦ સુધી સબસિડી મળશે.

આ પ્રસંગે બરવાળા બાવીશીના સરપંચશ્રી ડોબરીયાએ જણાવ્યું હતું કે,  અત્યારસુધીમાં વિધાનસભાના ધારાસભ્ય તરીકે અને મંત્રીશ્રી તરીકે કૌશિકભાઈ વેકરીયાએ નદીના ચેકડેમનું સમારકામપીવાનું પાણીરોડ રસ્તાગટરસહિતના અનેક વિકાસકાર્યો માટે ગામને આશરે ચાર કરોડ જેટલી રકમના વિકાસકાર્યો આપ્યા છે જેનાથી ગ્રામવિકાસને વેગ મળ્યો છે.

આ કાર્યક્રમમાં પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરીશ્રી ગાંગડીયાતાલુકા પંચાયતના સભ્યશ્રી મનોજભાઈ મહીડાસ્થાનિક અગ્રણીઓ અને મર્યાદિત સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts