તળાજા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ
સંચાલકોની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
કેન્દ્ર નં.૩૪ શ્રી તરસરા, કેન્દ્ર નં.૪૫ શ્રી દેવલિયા, કેન્દ્ર નં.૫૯ શ્રી પ્રતાપરા, કેન્દ્ર નં.૯૭ શ્રી માખણિયા, કેન્દ્ર
નં.૧૦૭ શ્રી રાતાખડા, કેન્દ્ર નં.૧૧૦ રેલિયા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં.૧૪૨ શ્રી તળાજા-૨ કે.વ. શાળા (કન્યા શાળા )
તેમજ કેન્દ્ર નં.૧૪૫ શ્રી પ્રતાપરા વાડી પ્રાથમિક શાળાઓમાં હંગામી ધોરણે સંચાલકોની ભરતી કરવામાં આવશે.
આ માટે જે તે ગામના સ્થાનિક અરજદારો પાસેથી જ અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવાર માટે ઉંમર
મર્યાદા ૨૦ થી ૫૫ વર્ષ નક્કી કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત તરીકે ઓછામાં ઓછું ધોરણ-૧૦ પાસ ફરજિયાત
રહેશે. વિધવા, ત્યક્તા તેમજ મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.
ઇચ્છુક ઉમેદવારોએ નિયત અરજી ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવા જોડીને મામલતદાર કચેરી, રોયલ
ચોકડી, તળાજા ખાતેથી તા.૧૯/૦૫/૨૦૨૬ થી તા.૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય)
સવારે ૧૧:૦૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી અરજી ફોર્મ મેળવી ભરેલ અરજી પરત જમા કરાવવાની રહેશે.
અધૂરી વિગતોવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ માન્ય ગણાશે નહીં, તેમ
મામલતદાર, તળાજાની અખબારી યાદીમાં જણાવાયું છે.












Recent Comments