અમરેલી

સાવરકુંડલા તાલુકામાં *ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે રૂપિયા ૨.૬૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

સાવરકુંડલા તાલુકાના દેતડ, ખોડીયાળા અને ધજડી ગામે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રૂ. ૨.૬૫ કરોડ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ યોજાયો
આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં
આધુનિક સુવિધાઓ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થાય તે દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા.
દેતડ ગામે રૂપિયા ૨૫ લાખના ખર્ચે નિર્માણ પામેલી નવી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી કચેરીથી ગામના નાગરિકોને વધુ સુવિધાજનક
અને સુવ્યવસ્થિત વહીવટી સેવા ઉપલબ્ધ બનશે.
ખોડીયાના ગામે રૂપિયા ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે બનનાર ખોડીયાળા-બગોયા નોન પ્લાન રોડ (સીસી રોડ તેમજ નાળા) ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
હતું. આ માર્ગ બનતા સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ સુવિધા મળશે તેમજ વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં પણ રાહત મળશે.
આ ઉપરાંત ધજડી ગામે રૂપિયા ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે બનેલા બોઘરયાણી માઇનોર બ્રિજ, પ્રોટેક્શન વોલ તેમજ સીસી રોડના કામોનું લોકાર્પણ કરવામાં
આવ્યું હતું. આ વિકાસ કાર્યો ગ્રામજનો માટે સલામત અને સરળ વાહન વ્યવહાર સાથે ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા ગામડાઓમાં કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોને ગ્રામ વિકાસ માટે
મહત્વપૂર્ણ ગણાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, કાર્યકર્તાઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા।

Related Posts